MORBI:મોરબી , સુરેન્દ્રનગર અને ગાંધીનગર પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી , સુરેન્દ્રનગર અને ગાંધીનગર પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં તેમજ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લામા નોંધાયેલ અલગ અલગ સાત ગુન્હામાં છેલ્લા નાસતા ફરતા (૧) દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ, રહે.મોરબીર શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ વાણીયા સોસા. જી.મોરબી મુળ રહે.ચાપરીયા તા.જાંબવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા, રહે. હાલ ઘુટુ રોડ હરીઓમ પાર્ક સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાઓ મળી આવતા તેમજ આરોપી (૩) જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયા રહે. મોરબી વજેપર શેરી નં-૧૪ વાળો હાલે મોરબી વજેપરમાં તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે ત્રણેય આરોપીઓને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. સોપવા કાર્યવાહી હાથ ધરી હતી.