AMRELIGUJARATJAFRABAD

જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ -જાફરાબાદમાં ૭૯ મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

યોગેશ કાનાબાર રાજુલા

જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ -જાફરાબાદમાં ૭૯ મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ જાફરાબાદ ખાતે વિટીઆઇ ના એચ.ઓ.ડી શ્રી અજીતસિંહ બારડ સાહેબના માર્ગદર્શન પ્રમાણે ભારતની આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભારતના તિરંગા ને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. આજ રોજ જીએચસીએલ લીમીટેડ ના જનરલ મેનેજર શ્રી જે વી જોશીસાહેબ દ્વારા ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં શ્રી જોશી સાહેબ, શ્રી આરીફભાઈ માજોઠી, શ્રી અંકુરભાઇ રૂડકિયા, શ્રી મીતેશભાઇ મકવાણા અને મહેન્દ્રભાઈ મજેઠીયા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા તથા વીટીઆઈ જાફરાબાદ અને વિટીઆઇ વિક્ટરના તાલીમાર્થીઓ પોતાના વાલી સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા. સંસ્થાના આચાર્યશ્રી ચિંતનભાઈ ઠાકર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની હારમાળા રચાઈ હતી. દેશ ભકિત યુક્ત નૃત્યો, તલવાર રાસ, વક્તવ્ય અને પીરામીડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમનું સંચાલન પણ તાલીમાર્થી બહેનો દ્વારાકરવામાં આવ્યું હતું. ૨૧મી સદીમાં સ્કીલ અને ટેકનોલોજીનું મહત્વ અને રાષ્ટ્રનિર્માણ વિષય પર શ્રી અંકુરભાઈએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ શ્રી જોશી સાહેબ દ્વારા શહીદવીરોને યાદ કરી આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જીએચસીએલ વિટીઆઇ પરિવારના તમામ સ્ટાફ મેમ્બરએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!