આદર્શ સાયન્સ કોલેજ વિસનગર ખાતે બોટનિકલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું
17 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ કોલેજ વિસનગર ખાતે એક દિવસે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બોટનિકલ વિઝીટ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બોટનિકલ વિઝીટ માટે તારંગા હિલ સ્ટેશન ગયા હતા ,જ્યાં તેઓને આર્થિક ઉપયોગી વનસ્પતિઓ તથા મેડિસિનલ પ્લાન્ટ ની સમજ આપવામાં આવી હતી તથા તેઓએ સિદ્ધટેકરી સુધી
ટ્રેકિંગ કરીને સર કર્યું હતું .ત્યાં તેઓએ પહોંચીને વન ભોજનનો પણ આનંદ માણ્યો હતો . વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવા માટે તેઓની સાથે પીએચડી કરી રહેલા દ્રશ્યભાઈ પટેલ તથા ધ્રુવભાઈ પટેલ જેઓ ગાર્ડીયન બનીને વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા હતા.તદુપરાંત વિદ્યાર્થીઓને વનસ્પતિઓની સાથે સાથે વન્ય જીવોની પણ માહિતી આપવામાં આવી હતી .પરત ફરતી વખતે તેઓને તારંગાતીર્થ સ્થાનના દર્શન કરાવવામાં આવ્યા હતા અને તીર્થકર વનની મુલાકાત લેવામાં આવી હતી .આમ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો સાંજે પરત ફર્યા હતા.