
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ-ભિલોડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી.સી. બરંડાએ આજે રાજ્ય મંત્રિપદની શપથ લેશે નવી જવાબદારી સોંપાઈ – પી સી બરંડા ઈન અને ભિખુસિંહ આઉટ
પૂર્વ IPS અધિકારી તરીકે ઓળખાતા પી.સી. બરંડાનો સમાવેશ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે. તેમની રાજકારણમાં પ્રવેશથી જ તેઓ વિકાસમુખી છબી ધરાવતા નેતા તરીકે ઓળખાતા રહ્યા છે.રાજ્ય મંત્રી તરીકે બરંડાની નિમણૂક થતા મેઘરજ અને ભિલોડા તાલુકામાં ભાજપ કાર્યકરોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. કાર્યકરોએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચી અને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી.સ્થાનિક સ્તરે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે પ્રથમ વખત મેઘરજ-ભિલોડા વિસ્તારને રાજ્ય મંત્રી તરીકે પ્રતિનિધિત્વ મળ્યું છે.પી.સી. બરંડાએ જણાવ્યું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યના પ્રગતિશીલ દિશામાં કાર્ય કરશે.




