AHMEDABADDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

તીર્થધામ દ્વારકામા ડીઝલની કૃત્રીમ અછત મામલે DSO & MAM એલર્ટ મોડમાં

જામખંભાળીયાથી સિનિયર પત્રકાર હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જવા બાબતે માનવસર્જિત બેદરકારી કારણભૂત. દ્વારકા મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવતા જિલ્લા પુરવઠા અધિકારી કે બી સોલંકી. ગઈકાલે ચાર ગાડીઓ આવી હોવા છતાં પણ કેરબા મોટા મોટા ભરીને ડીઝલ પેટ્રોલનો જથ્થો દઈ દેવામાં આવતા આ બનાવ બન્યો હોવાનું તથા એક પંપવાળા એ ટેન્કર ના મોકલ્યું હોવા નું બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારી કે બી સોલંકી દ્વારા એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે તથા નાયરા તથા ioc કંપનીને ખાસ ભલામણ કરી અને રવિવારે ગાડી ન ભરાતી હોવા છતાં પણ ગાડીઓ ભરાવા માટેની વ્યવસ્થા કરી છે જેથી ફરી પૂર્વવત ડીઝલ પેટ્રોલ વિતરણ દ્વારકામાં થઈ જશે.

લોકોને અફવાઓમાં ન ભરમાવવા અને ન ગભરાવા જણાવવામાં આવેલું છે ડીઝલ પેટ્રોલનો જથ્થો દ્વારકા જિલ્લામાં સંપૂર્ણ રીતે પૂરતો છે અને વ્યવસ્થિત રીતે મળી જાય એ માટે તમામ વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!