અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રીનું પણ નિધન

અમદાવાદમાં આજે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્ચમંત્રી વિજય રુપાણી સાથે 242 યાત્રિકો સવાર હતા. આ ફ્લાઈટમાં કુલ 50થી વધુના મોતના સમાચાર છે ત્યારે હવે મોટી અપડેટ મળી રહી છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અને આ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાત આવવા રવાના થયા છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કામ રદ કરીને સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.
આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે. જેમાં કહ્યું છે કે, એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી.






