GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના ૪ તારલા ઝળકયા

તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ધો-૫ માટે લેવાયેલ ‘જ્ઞાન સેતુ’ શિષ્યવૃતિ પરીક્ષામાં ભાયાસર પ્રા. શાળાના ૦૪ (ચાર) વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે.
જ્ઞાન સેતુ પરીક્ષામાં (૧) ચાવડા માધવ વિપુલભાઇ (૨) ડાભી જીત અરવિંદભાઇ (૩) ચૌહાણ પૂજા ગણેશભાઇ અને (૪) બોરિચા રિષિતા રાજેશભાઇ એમ કુલ ૦૪(ચાર) વિદ્યાર્થીનીઓએ શિષ્યવૃતિ પરીક્ષાના મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા ગૌરવની યશ કલગીમાં વધારો કર્યો છે તેમ આચાર્ય શ્રી ભાયાસર પ્રા. શાળાની યાદી દ્વારા જણાવાયું છે.




