
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૧ સપ્ટેમ્બર : વડાપ્રધાન ના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૧૭મી સપ્ટેમ્બરથી એક મહિના સુધી રોજ સવારે નિ:શુલ્ક યોગ અભ્યાસ, આહાર વિહારની સંપૂર્ણ માહિતી સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના નિ:શુલ્ક બોડી ચેકઅપ અને નિષ્ણાંતો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે.આ અભિયાનનો ઉદ્દેશ્ય મેદસ્વિતામાંથી મુક્તિ, આરોગ્યપ્રદ યોગમય જીવનશૈલી અને સંતુલિત આહાર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે વજન ઘટાડવા માટે તથા નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 8160760215 નંબર પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે એમ વિજયભાઈ શેઠ(સુખડિયા) પશ્ચિમ કચ્છ જિલ્લા કો ઓર્ડીનેટર, તેમજ પૂર્વ કચ્છ જિલ્લા કો ઓર્ડીનેટર પૂજાબેન લાલવાણીની અખબાર યાદીમાં જણાવાયું છે.


