AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી

આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં પરીક્ષાલક્ષી સાહિત્ય તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સમય પહોચાડી, સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરેલ છે. આ પરીક્ષામાં કુલ-ર૪૭૮૦૪ ઉમેદવારો પૈકી ર૩૭૩૭ર ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધેલ છે. હાજર રહેલ ઉમેદવારોની ટકાવારી ૯૫.૮૦% છે. પરીક્ષામાં ગેરરીતિના ચાર બનાવ બનેલ છે. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાજર રહેલ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ અંગેની કાર્યવાહી ચાલુમાં છે. જે ટૂંક સમયમાં ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. જેથી ઉમેદવારો પોતાની OMR Sheet ડાઉનલોડ કરી શકે.

અમદાવાદ ખાતે એક ઉમેદવારને પગમાં ફેકચર થયેલ હતુ તેને સ્થાનિક પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં મદદ કરી, માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોને તાત્કાલિક મેડીકલ સારવારની જરૂરિયાત ઉભી થયેલ હોવાથી ૧૦૮ ની મદદ લઇ, ઉમેદવારોને જરૂરી સારવાર પુરી પાડેલ હતી તેમજ કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં તથા બહારગામથી આવેલા ઉમેદવારો અને તેમના વાલીઓને રાત્રે રહેવાની વ્યવસ્થા કરી, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગે સરાહનીય કામગીરી કરેલ છે.

Back to top button
error: Content is protected !!