વિદ્યોત્તેજક એવોર્ડ કાર્યક્રમમાં લીંબ 1 પ્રાથમિક શાળાના શિક્ષક નિતિનકુમાર ચૌધરી નું સન્માન
શાળા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી કરેલ ઇનોવેશન બદલ વિદ્યોત્તેજક એવોર્ડ કાર્યક્રમમાં લીંબ 1 પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિતિનકુમાર મણીલાલ ચૌધરી નું સન્માન
*શાળા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી કરેલ ઇનોવેશન બદલ વિદ્યોત્તેજક એવોર્ડ કાર્યક્રમમાં લીંબ 1 પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિતિનકુમાર મણીલાલ ચૌધરી નું સન્માન*
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યો ત્તેજક સન્માન કાર્યક્રમ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે યોજાયો, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ 1 પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિતિનકુમાર મણીલાલ ચૌધરી નું ભવ્ય સન્માન થયું. વિદ્યોત્તેજક સન્માન મેળવી શાળા અને ગામનો ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકીતભાઈ જોશી ની પ્રેરણાથી યોજાયો. શિક્ષણ વિદશ્રી ગજેન્દ્રકુમાર જોશી ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. સી.જે. ચાવડા – સાહેબ શ્રી- ધારાસભ્યશ્રી વિજાપુર , ડૉ. સુખાજી ઠાકોર- ધારાસભ્યશ્રી બેચરાજી, મનુભાઈ ચોકસી- પૂર્વ ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા, એમ.પી. મહેતા- સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્રી ધર્મેશભાઈ પટેલની હાજરી જોવા મળી.