નાગરિકોના બંધારણીય અધિકારોને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો, ‘કલમ-144 કાયમી ન રહી શકે’
હાઇકોર્ટે કલમ 144 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(1) હેઠળ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાને રદબાતલ ઠરાવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ નાગરિકતા સુધારા કાયદા (CAA) નો વિરોધ કરનારાઓ સામે જારી કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોના હુકમોને રદ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(1) હેઠળ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાને રદબાતલ ઠરાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે જસ્ટિસ એમ. આર. મેંગડે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ એમ. આર. મેંગડેએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ “કાનૂની સુરક્ષાની સંપૂર્ણ અવગણના કરીને સત્તાનું દુરુપયોગ કર્યો છે.” જેમાં IIMA ફેકલ્ટી નવદીપ માથુરનો સમાવેશ થાય છે. જેમના ઉપર પોલીસની પરવાનગી વિના CAA અમલીકરણનો વિરોધ કરવા બદલ ભારતીય દંડ સહિતની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2019માં સિટિઝન્સ એક્ટ એટલે કે નાગરિકતા અધિનિયમના અમલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને આ કાયદા સામે વિરોધ કરી રહેલા નવીન માથુર સહિતના અરજદારો દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેમણે 2016 થી 2019 દરમિયાન કલમ-144 હેઠળ વારંવાર પ્રતિબંધાત્મક નોટિફિકેશન જારી કરવાની પ્રથાને પડકારી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-144 લાગુ કરીને પ્રતિબંધાત્મક આદેશો જારી કરીને લોકોના અધિકારો નિયંત્રણ કરવામાં આવતો હોવાના મુદ્દે એક પિટિશન ગુજરાત હાઇકોર્ટ સ્વીકાર કર્યું હતું. હાઇકોર્ટ આ પ્રકારના જાહેરનામા બાબતે કેટલાક ટીકાત્મક અવલોકન કર્યા હતા અને આ પ્રકારની પ્રથા નાગરિકોના વિરોધ કરવાના હકને અસર કરે છે, તેવું અવલોકન કરવામાં આવ્યું હતું.
એવું પણ અવલોકન કર્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા સત્તાનો ઘણીવાર ‘કારણ વગરનો ઉપયોગ’ એ મનસ્વી હતો, જેને નાગરિકોના મૂળભૂત અધિકારો ખાસ કરીને કાયદેસર અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનું ઉલ્લંઘન કર્યું હતું.
જસ્ટિસ એમ. આર. મેંગડે ચુકાદામાં જણાવ્યું હતું કે, આ પ્રથા કાયદાકીય જોગવાઈઓને ટાળવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. સર્વોચ્ચ અદાલતના અવલોકનો ટાંકીને ચુકાદામાં પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો કે, કલમ-144 હેઠળના આદેશો ફકત તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે છે.
હાઇકોર્ટે ચુકાદામાં વધુ જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં ફક્ત સત્તાવાર ગેજેટમાં આદેશો પ્રકાશિત કરવા પૂરતું નથી. કારણ કે સામાન્ય જનતાને તે સરળતાથી ઉપલબ્ધ હોતા નથી.
હાઇકોર્ટે જવાબદાર સત્તાવાળાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિતના સામૂહિક તેમજ કમ્યુનિકેશનના માધ્યમો અને આધુનિક માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો આપ્યા છે. આ ચુકાદા અરજદાર અને જાહેરનામાના ઉલ્લંઘન બદલ સામનો કરી રહેલા લોકો માટે મહત્વનો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદો પર આધાર રાખીને કોર્ટે જણાવ્યું હતું કે, આવા આદેશો જારી કરતા પહેલા પૂર્વ તપાસ થવી જોઈએ, જે કરવામાં સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હતા. માત્ર ચોક્કસ વિસ્તારમાં હિંસાની ઘટનાઓ ટાંકીને સમગ્ર શહેરના રહેવાસીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ વિરોધ કરવાના બંધારણીય અધિકારને મર્યાદિત કરે છે અને તે તર્કસંગત નથી.




