NATIONAL

2000ની નોટ બંધ થઈ જશે તેવી ઊડતી વાતો વચ્ચે જાણો સાચી હકીકત

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 1 જાન્યુઆરી 2023થી ₹1000ની નોટ ફરી માર્કટમાં લાવવાની યોજના બનાવી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ મેસેજ બિલકુલ ફેક છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે અને લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવાની અપીલ કરી છે. પીઆઈબીએ ટ્વીટમાં આ વાયરલ મેસેજ પણ દર્શાવ્યો છે.

આ વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરીથી 1000 રૂપિયાની નવી નોટ આવવાની છે, 2000ની નોટ બેંકમાં પાછી લઈ લોવામાં આવશે. તમને માત્ર ₹50000 જમા કરવાની મંજૂરી આપવામાં આવશે. અને આ પરવાનગી પણ માત્ર 10 દિવસ માટે જ હશે, ત્યારબાદ 2000ની નોટની કોઈ કિંમત રહેશે નહીં. એટલા માટે તમારી પાસે 2000 થી વધુ નોટો ન રાખો. જોકે PIBએ તેને આ વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢી છે અને કહ્યું છે કે આ ખોટો મેસેજ છે તેમ જણાવ્યું છે.

2016માં નોટો બંધ કરવામાં આવી હતી
આપને જણાવી દઈએ કે 2016માં નોટબંધી બાદ 1000ની નોટો ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી. કાળાં નાણાંને કાબૂમાં લેવા માટે આવું કરવામાં આવ્યું હતું. એ જ વર્ષે સરકારે 2000ની નવી નોટો બજારમાં ઉતારી હતી.

2000ની નવી નોટોનું પ્રિન્ટિંગ કરવાનું બંધ છે
હાલમાં જ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નવી 2000ની નોટ છાપવા માટે 2018-19 પછી કોઈ નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. તેને સરળ શબ્દોમાં સમજીએ તો નવી 2000ની નોટોનું પ્રિન્ટિંગ કદાચ બંધ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!