AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગર પંથકમાં દરદીઓ ઓશવાળ આયુષ હોસ્પીટલનું નામ આવે ને ફફડે છે

 

હાર્ટ બાદ ઓર્થો-સર્જરી-ગાયનેક વિભાગો સામે અસંતોષની ચર્ચાઓથી ચકચાર

 

આયુષમાન કાર્ડ લગત કૌભાંડ બહાર આવે ત્યા મોડુ થઇ જાય-અનેક જીંદગી જોખમાય–માટે અસંખ્ય દરદીઓના હિતમાં અને સરકારી નાણાં ઉચાપત રોકવા સમયસર અને તાત્કાલીક તપાસ જરૂરી

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલમાં કાર્ડીયાક બાદ ઓર્થોપેડીક અને સર્જરી વિભાગોમાં દરદીઓ સાથે ગંભીર ચેડાઓના આક્ષેપોથી ખળભળાટ

હાથ પગમાં પ્લેટ નાંખવાના, ડીલેવરીના અને અન્ય ઓપરેશન કેસોની વિગતો સોગંદનામા ઉપર ફરીયાદ સ્વરૂપે આવવાની ગણાતી ઘડીઓ-વ્યાપક જનહિતમાં કરીશું પર્દાફાશ-જ્યુડીશલ અને સીબીઆઇ ઇન્વાયરીની ઉઠતી પ્રબળ માંગણી

 

જામનગર (ભરત ભોગાયતા)

” જામનગરની બે હોસ્પીટલોની સીબીઆઇ માંગણીની માંગના અહેવાલ બાદ લોક વિચાર મંચની આ રજુઆતને બળમળ્યુ અને આ અંગેની અરજી કેન્દ્ર સરકારમાં તપાસ માટે લીસ્ટેડ થઇ અને રજિુસ્ટ્રેશન નંબર સરકારે મોકલ્યો હોઇ ત્યાંતો

જામનગરની ચર્ચાસ્પદ ઓશવાળ આયુષ હોસ્પીટલમાંથી એક બે નહી ત્રીસ ત્રીસ હાર્ટ દરદીઓના ખોટા ઓપરેશ કરી જીંદગી જોખમમાં મુકાયાનુ અને સરકારે હાર્ટ વિભાગ આયુષમાન યોજનામાંથી સસ્પેન્ડ કરાયાનુ તેમજ દંડ ફટકારવાની કાર્યવાહીઓ કરાયાના પગલાઓના પ્રકરણની ચર્ચાઓ હજી તો ચાલે છે ત્યા ઓશવાળ આયુષ હોસ્પીટલના ઓર્થોપેડીક અને ગાયનેકતેમજ સર્જરી વિભાગની અમુક ગંભીર બાબતો સીલસીલાબંધ રીતે સોગંદનામાં તરીકે આવનાર છે જે વાંચકો સમક્ષ મુકાશે ત્યા સુધી લોકો પણ આવા પ્રશ્રનો પ્રસિદ્ધ કરવા મોકલવાના છે ત્યારે નગરના આગેવાન અને એક સંસ્થાએ પણ આ મામલે બાથ ભીડી છે.

નગરના જાગૃત આગેવાન નિતિન માડમની જ્યુડીશીયલ તપાસની માંગણી બાદ, લોકવિચાર મંચની જેસીસીસી અને ખ્યાતિ હોસ્પીટલ સામે CBI તપાસની મુદાસર અરજી લીસ્ટેડ થઇ અને રજીસ્ટ્રેશન નંબર આવતા ઘેરી તપાસની આશા જાગી હોઇ ઓશવાળ આયુષ હોસ્પીટલ માટે પણ સેન્ટ્રલ બ્યુરોમાં તપાસની માંગણી લોકવિચાર મંચના સદેવંતભાઇ મકવાણા અને ગ્રાહક સુરક્ષા મંડળના કિશોરભાઇ મજીઠીયા

( કેમકે પૈસા આપીને મેળવાતી સેવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ગ્રાહકોના હિતનાં રક્ષીત છે)

એ જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલ ની સામે કરી છે આ ત્રણેય આગેવાનોએ એમ પણ જણાવ્યુ છે કે હાથ પગમાં પ્લેટ નાખવાના ઓપરેશન તેમજ ડીલીવરી સંબંધી અમુક કેસમાં જે રીતે દરદીઓ સાથે ગેરકાયદેસરનું વર્તન થયુ તે અંગે સોગંદનામા ઉપર ફરીયાદો આવનાર છે જે અહી પ્રસિદ્ધ કરવા અમો મોકલનાર છીએ.

દરમ્યાન જામનગર કોર્પોરેશનના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડો.હરેશ ગોરીએ જણાવ્યુ છે કે ઓશવાળ આયુષ હોસ્પીટલએ ગેરકાયદેસર પૈસા દરદી પાસેથીલીધા હોય તો અમે પરત અપાવીએ છીએ.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ સ્કીમના કૌભાંડ સામે પગલા લેવાના એક્શન પ્લાન મુજબ , લાઇસન્સ સસ્પેન્ડ, પ્રેક્ટિસ પર પ્રતિબંધ, દંડ આ બધું થઈ શકે છે ઉપરાંત આગળની કાર્યવાહી કરવી, હોસ્પિટલ બ્લેકલિસ્ટ, ડોક્ટર સામે FIR, રકમની વસૂલાત,IPC (હવે બી એનએસ મુજબ) 420, 406, 468, 471 હેઠળ ગુનો નોંધાવવો એટલે કે પોલીસ્ટેશનમા F.I.R. નોંધાવવી, સરકાર સાથે છેતરપીંડી , સરકારના નાણાં નો દુરૂપયોગ-ઉચાપત , વ્યક્તિ ઉપર જોખમ ઉભુ કરી બંધારણની જીવન રક્ષક બાબતોની કલમોના ભંગનો અલગથી ગુનો નોંધાવવો વગેરે જોગવાઇઓ છે અને હજુ ઓશવાળ આયુષ હોસ્પીટલના હાર્ટ સંબંધી મામલે FIR સહિત સરકાર કક્ષાએથી ઘણા પગલા લેવાના બાકી છે તેમ નિષ્ણાંતોએ જણાવ્યુ છે.

@છેલ્લે ગુગલી@

હિપોક્રેટસ ઓથ મુજબ તબીબે દરદીને એજ્યુકેટ કરવાનો છે અને વિશ્ર્વાસ સંપાદીત કરવાનો હોય છે .તેના બદલે દરદીઓને ભય બતાવીને કરાતી પ્રેક્ટીસ  “માલ પ્રેક્ટીસ” કહેવાય તેમ નિષ્ણાંતો કહે છે.તેમજ કમીશન ઉપર ચાલતી પ્રેક્ટીસ જે તે ડોક્ટરોની નિપુણતા ઉપર સવાલ ઉભા કરે છે.  ભલે સ્પેશ્યાલીસ્ટ એના ચાર્જ લે અને કમાય  પરંતુ મર્યાદા અને માનવતા સાથે.હાલારવપંથકમાં અગણીત તબીબો માનવતાસભર પ્રેક્ટીસ કરી ચુક્યા છે અને કરે છે. તેઓનો દરદીઓ સાથેનો વ્યવહાર આદર્શો સાથે છે માટે મોરલ એ   માણસ ના કોઇપણ વ્યવહારમાં  બૈઝીક ગુણધર્મ    છે

 

 

____________________

–રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi), Industrial relation & personnel management (dr. Rajendraprasad university-mumbai)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર- 361008

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!