AHAVADANG

નવસારી જિલ્લામાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી અને.એસ.એસ અગ્રવાલ હોમોયોપેથિક મેડિકલ કોલેજમાં પહેલા વર્ષના  વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટનો સેમિનાર યોજાયો…..

ટેકનોલોજીના ઝડપભર્યા યુગમાં માનસિક તણાવ અને તેનો અસરકારક સંચાલન મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. આને ધ્યાનમાં રાખીને, શહેરના યુવાનો, તથા પ્રોફેશનલ્સ માટે એસ.એસ.અગ્રવાલ હોમોયોપેથિક મેડિકલ કોલેજમાં  ફર્સ્ટ ઈયર ના વિદ્યાર્થી માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ યોગ ટીમના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦  કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય પ્રવક્તા નવસારી યોગ કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને રીતાબેન કૌર દ્વારા સ્ટ્રેસના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના માર્ગો વિશે સચોટ માહિતી આપી હતી. સેમિનાર દરમિયાન લોકોએ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પ્રેક્ટિકલ ટિપ્સ જેવા કે મેડિટેશન, શારીરિક વ્યાયામ અને સમયનું વ્યવસ્થિત આયોજન શીખ્યું હતું. સેમિનારને ઉપસ્થિત લોકો દ્વારા ખુબ જ સરાહના મળી હતી.

Back to top button
error: Content is protected !!