ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોની ફીમાં વધારો
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજમાં BBA - BCAની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં BBA અને BCA ના કોર્સ ચાલી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ તમામ કોલેજો દ્વારા આ કોર્સમાં ફી વધારવા માટેની દરખાસ્ત મળી હતી. જેને લઇ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજોની દરખાસ્તને લઇ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચાને આધારે ફી વધારાનો નિર્ણય લીધો હતો.
હાલ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં BBA અને BCA ના કોર્ષની ફી 11 હજાર છે. જેને વધારીને રૂપિયા 13,500 કરવામાં આવી છે. ત્યારે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને 13,500 રૂપિયા ફી ચૂકવવી પડશે. ઉલ્લેખનિય છેકે છેલ્લે વર્ષ 2016માં BBA – BCA ની ફીમાં વધારો કરાયો હતો. જોકે આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા એફિલેશન ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં 2500 નો વધારો અને એફિલેશન ફી 55 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરી છે. જેને લઇ આગામી સત્રથી વિદ્યાર્થીઓએ ફીમાં વધુ 2500 જોડીને આપવા પડશે. ત્યારે ફીના વધારાને લઇ વિદ્યાર્થીઓમાં છુપો રોષ જોવા મળ્યો છે.




