GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-મારો દારુનો ધંધો કેમ બંધ કરાવ્યો તેમ કહી ગોવિંદપુરી ગામના સરપંચ પર ત્રણ ઇસમોનો હૂમલો,હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૪

હાલોલ તાલુકાના ચાંચડીયા ગામના બુટલેગરના ભાઈએ તે મારો દારૂનો ધંધો કેમ બંધ કરાવ્યો,અને મારો દારૂ કેમ પકડાવ્યો તેમ કહી ગોવિંદપુરી ગામના સરપંચ ઉપર હુમલો કરતા મામલો પોલીસ મથકે પોહચતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામના સરપંચ ભરતકુમાર બલવંતસિંહ સોલંકીએ હાલોલ રૂરલ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ગત રોજ ખેતરમાં હતો ત્યારે મારા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ સોલંકીને ચાંચડીયા ના બુટલેગર જાડાભાઈ ઉર્ફે હિતેશભાઈ રાઠોડના ભાઈ સંજયભાઈ જસવંતભાઈ રાઠોડ એ ધમકી આપી હતી કે તારા સરપંચને સમજાવી દેજે કે માર ખાવાની તૈયારી રાખે તે વાત મને જાણ કરતા મેં સંજયને ફોન કરી કહ્યું કે સુનીલ ને શું કહ્યું હતું.? ત્યારે મને કહ્યું કે તે મારો દારૂનો ધંધો કેમ બંધ કરાવ્યો,અને મારો દારૂ કેમ પકડાવ્યો છે.તું હાલમાં ક્યાં છે. તું રૂબરૂમાં આવી મળ તેમ ક્હેતા ફરીયાદી ભરત સરપંચે કહ્યું હું ખેતરમાં છું ને ઘરે જાઉં છે.તેમ જણાવેલ ત્યારબાદ ફરીયાદી તેના મિત્ર રાજેશ સોલંકી સાથે અલ્ટો કારમાં ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આંગણવાડી પાસે સંજય રાઠોડ,ભરત રાઠોડ અને જયમીન બાઈકો ઉપર આવી રસ્તા ઉપર આડી કરી દીધી હતી.સંજયે ગાડી ના આગળના કાચે ઈટ મારી દીધી હતી જેથી ફરીયાદી પોતાની ગાડી પાછળ લઇ ભાગવાનો પ્રયાસ કરતા પાછળ થી બાઈક આડી કરી રોકી ત્રણેવ ઈસમો એ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડી ને નુકશાન પહોંચાડી માં બેન સમાની ગાળો બોલી જાણ થી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે ફરીયાદી ત્યાંથી ભાગી ઘરે જતા રહ્યા હતા.ઘરે પોંહચતા તેની પત્ની અને તેમની મોટી બેન ને પણ ધમકી આપી હતી જેથી ભરતભાઈ સોલંકીએ હાલોલ રૂરલ પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Back to top button
error: Content is protected !!