AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો, 2 મહિલાના મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો છે, સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતમાં 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદના છે. 31મેના એક જ દિવસમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત L.G. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 46 વર્ષીય મહિલાનું મોત થયું છે. તો બીજા કેસમાં 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ એલજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાએ શહેરમાં ચિંતા વધારી છે, કારણ કે કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે.

અમદાવાદમાં મે મહિનામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો હતો. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાનાન કેસમાં ચિંતાજનક વધારો થયો હતો. મે મહિનામાં જ અમદાવાદમાંથી કોરોનાના 230 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 56 દર્દીઓ સાજા થયા હતા, તેમને રજા આપવામાં આવી હતી. હાલમાં 163 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી દાણીલીમડાની 46 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. અમદાવાદમાં 3 વર્ષ બાદ કોરોનાથી આ સંભવત: સૌ પ્રથમ મોત છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 45, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં33, દક્ષિણ ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 7, ઉત્તરઝોનમાં બે કેસ નોંધાયાની વિગત સામે આવી છે. 31મેના રોજ 35 કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓને રજા આપવામાં આવી હતી. L.G. હોસ્પિટલની બોયઝ અને ગલ્સ હોસ્ટેલમાંથી પણ 1-1 કેસ કન્ફર્મ થયા છે. આ સ્થિતિને પગલે એલજી, વાડીલાલ, શારદાબહેવ અને એસવીપીમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!