BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ શહેર ના સોનેરી મહેલ વિસ્તાર માં આવેલ ઍદૃસ બાવા ની દરગાહ ખાતે ઉર્સ ની ઉજવણી બંદગી ભર્યા માહોલમાં કરાઈ હતી…


સમીર પટેલ, ભરૂચ
જુના ભરૂચ શહેર ના ઍદૃસ રોડ પર આવેલ હજરત એદ્રુસ બાવા ની દરગાહ ખાતે સંદલ શરીફ અને ઉર્સ ની બંદગી ભર્યા માહોલ માં હર્ષોઉલાશ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જુના ભરૂચ માં વર્ષો અને સદીઓ જૂની અને લોકો માં આસ્થા નું કેન્દ્ર ધરાવતા અને ભરૂચ ના સહેનશાહ ના નામ થી જાણીતા હજરત એદ્રુસ બાવા નું મજાર શરીફ આવેલું છે જે શહેર ના લોકો આજે પણ આસ્થા નું પ્રતીક છે…દેશ અને વિદેશ થી પણ લોકો હજરત એદ્રુસ બાવા ની દરગાહ શરીફ ઉપર મન્નત લઇ પહોચતા હોય છે તેમજ તેઓની બંદગી માં હરહંમેશ સરકાર એદ્રુસ બાવા નું નામ લેતા હોય છે.
જુના ભરૂચ શહેર માં આવેલ એદ્રુસ બાવા ની દરગાહ ખાતે બે દિવસઃ સુધી ઉર્સ ની ઉજવણી બંદગી અને ઈબાદત ભર્યા માહોલ માં મોટી સંખ્યામાં ઉપસ્થીત લોકો દ્વારા કરવામાં આવી હતી જેમાં કવ્વાલી.દુઆઓ ન્યાઝ સહીત ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.



