હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બેવડી ઋતુની અસર રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 23 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે. નલિયા સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે. તેમજ વાદળોના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે.
તા. 22,23 અને 24 ડિસેમ્બરના રોજ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખમાં રવિપાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય. જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આપતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે. તેમજ કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે.




