કિરીટ પટેલ બાયડ
*અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા ખાતે ‘હર ઘર તિરંગા’કાર્યક્રમ યોજાયો*
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે.’હર ઘર તિરંગા ‘અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે તિરંગા યાત્રા યોજવામા આવી હતી.ધારાસભ્યશ્રી બાયડ ધવલસિંહ ઝાલા સાથે બાયડ તાલુકાના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ અનેક નાગરિકો તિરંગા યાત્રામા જોડાયા હતા. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી રાખવાના પ્રયાસો સ્વરૂપે તિરંગાને હાથમાં લઇને ઠેર ઠેર મોટી સંખ્યામાં યાત્રા યોજાઇ રહી છે. બાળકો ,યુવાનો,મહિલાઓ ,વડીલો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰૰