BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજનની હર્ષભેર ઉજવણી કરાઇ

24 ડિસેમ્બર

દુનિયાભરમાં 25 ડિસેમ્બરે ક્રિસમસનું પર્વ ઉજવવામાં આવે છે જ્યારે ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવે છે. પાલનપુર ખાતે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહભેર તુલસી પૂજન કાર્યક્રમમાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. આ પર્વ નિમિત્તે શાળા દ્વારા દરેક બાળકો પાસે તુલસી પૂજન કરાવી તેમને શુભકામનાઓ પાઠવી તુલસી પૂજાના મહત્વ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપી જણાવાયું હતું કે, સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે, ઘરમાં તુલસીનો છોડ રાખી રોજ તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા ઘરમાં રહે છે. શાળા દ્વારા બાળકોને તુલસીનો છોડ ભેટ આપવામાં આવ્યો હતો જેથી બાળક આખા વર્ષ દરમિયાન પરિવાર સાથે તુલસી પૂજા કરી શકે. આ સમગ્ર કાર્યક્ર્મનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય હેતલબેન રાવલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!