GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી
MORBI:મોરબી માં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન નો દેશ વ્યાપી શુભ આરંભ તા.9 સપ્ટેમ્બર 2022 ના રોજ થયો હતો.
આજ રોજ 9 સપ્ટેમ્બર 2025 એ જ્યારે આ અભિયાન ના 03 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લા માં આ 03જી વર્ષગાંઠ ની ઉજવણી કરી હતી જેના ભાગ રૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર -મોરબી ખાતે મોરબીની છેલ્લા ત્રણ વર્ષથી સતત સમાજ સેવા આપતી અને ટીબી ના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના 05 દર્દીને કીટ આપી નિક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં DTO શ્રી ધનસુખ અજાણા સાહેબે અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી