
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળેલો છે. હાલે સુરખાઈ ખાતે આવેલ જે.એસ.ડી. શોપિંગ સેન્ટર બાબતે સી.એ.ઓ માંથી તપાસના આદેશ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
નવસારી જિલ્લામાં આવેલ ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ની હદ વિસ્તારમાં આવેલ બ્લોક સર્વે નંબર ૨૮૭ વાળી જમીન પર જે.એસ.ડી-૨ નામક શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું. જ્યારે આ શોપિંગ સેન્ટર ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવ્યું હોવાની બાબત સપાટી પર આવ્યા બાદ એક જાગૃત નાગરિકે અનેક વાર ફરિયાદ કરી છતાં પણ કાયદાને ઘોળીને જનારા તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ની મીલીભગત થી કોઈ પગલાં ન લેવામાં આવતા એ નાગરિકે સી.એમ.ઓ અને પી.એમ.ઓ સુધી ફરિયાદ કરી હતી.જ્યારે હાલ તો આ જમીન પર રહેણાક ના મકાનો બનાવવાવી પરવાનગી લેવામાં આવી હતી. જેની સામે સરકારી તિજોરીને ચૂનો સોંપડવાની પેરવી સાથે વાણિજય હેતું માટે દુકાનો બનાવી દેવામાં આવી હતી. જેને લઈને વારંવાર ફરિયાદો કર્યા બાદ પણ કોઈ પણ કાયદેસરના પગલાં લેવામાં અધિકારીઓ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ રોકી રહી હોય એમ કોઈ પણ જાતના પગલાં લેવાઈ રહ્યા હતાં નહીં.ત્યારે હાલ તો સી.એમ.ઓ માંથી આવેલ તપાસનો આદેશ બાદ રેલો આવતા અધિકારીઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ગેર કાયદેસર બાંધકામ પર કાયદેસર ના પગલાં લઈને અધિકારીઓ દ્ધારા શરતભગ ના પગલાં લેવામાં આવશે કે પછી સબ સહી હૈ ના બણકા ફુકવામાં આવશે.ત્યારે જોવું રહ્યું
બોક્ષ:૧
તલાટી કમ મંત્રી સુરખાઈ:- અમારા પર સી.એમ.પ્રોટલ અને પી.એમ.પ્રોટલ પર કરવામાં આવેલ અરજીના આધારે અમારી ગામ પંચાયત દ્ધારા રિપોર્ટ બનાવી અમારા દ્ધારા તાલુકા વિકાસ અધિકારી ને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.જ્યારે શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હોવાનું ઉલ્લેખીને રજુ કરી દેવામાં આવ્યું છે.:- તલાટી કમ મંત્રી સુરખાઈ.
બોક્ષ:૨
જે.એસ.ડી.-૨ શોપિંગ સેન્ટર પર કાયદેસર ના પગલાં લેવામાં સંભવિત વિભાગ દ્ધારા ખો ખો ની રમત રમવામા આવી રહી હતી.ત્યારે જાગૃત નાગરિક દ્ધારા સી.એમ અને પી.એમ પ્રોટોલ પર ફરિયાદ કરવામાં આવી હતી.ત્યારે ખો- ખો ની રમત રમતા અધિકારીઓ પર કાયદેસર ના પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે.ત્યારે હાલ તો અરજીદાર દ્ધારા પિટિશન દાખલ કરવાની તજવીજ હાથ ધરાય રહી હોવાની વિગત સામે આવી છે.




