DAHODGUJARAT

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ થાય તે માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને સંભોદતૂ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું 

તા.૦૪.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ થાય તે માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને સંભોદતૂ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું

આજરોજ તા.૪.૧૨.૨૦૨૪ ના બુધવાર ૧૧ કલાકે વાત કરીયેતો ભારતના પાડોશી મિત્ર રાષ્ટ્ર બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમુદાય ઉપર આક્રાંતાઓ આક્રમણ કરી રહ્યા છે હિન્દુ સમુદાયના લોકો ઉપર વ્યક્તિગત હુમલો તો કરી જ રહ્યા છે.પણ સાથે-સાથે તેઓના ઘરો અને મંદિરો સહિત પૂજા-પાઠ કરવાના પવિત્ર સ્થળોને તોડી નાખવામાં આવી રહ્યા છે અને તેને સળગાવીને તેઓની મિલકતોને પણ ગંભીર રીતે નુકશાન પહોંચાડી રહ્યા છે આ સમયમાં આપણાં દેશ ભારતની વિદેશનીતિનો પક્ષ અને તેના સ્પષ્ટ કાર્યો હજુ સુધી જમીન ઉપર જોવાઈ રહ્યા નથી બાંગ્લાદેશમાં આ પ્રકારે હિન્દુ સમાજ ઉપર થઈ રહેલ ઉત્પીડન અને અત્યાચાર એ ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે કિસ્સા તો એવા પણ બન્યા છે કે,બાંગ્લાદેશની રાજધાની સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજના વ્યક્તિઓ ઉપર મોબ-લીન્ચીંગની ઘટનાઓ પણ બની છે અને તેની ઉજવણી થઈ રહી છે તેમ છતાં તે દેશની સરકાર મુકદર્શક બનીને તમાશો જોઈ રહી છે શું આ યોગ્ય છે?વર્તમાન ઘટનાની વાત કરીએ તો (ઇસ્કોન) મંદિરોને અને તેના મંદિરના સેવકોને ઈરાદાપૂર્વક ટાર્ગેટ બનાવાઇ રહ્યા છે પ્રભુ ચિન્મય કૃષ્ણદાસજીને ગેરકાયદેસર રીતે અટકાયત કરીને તેમને બંધક બનાવી દઈને દુર્વ્યવહાર કરવામાં આવી રહેલ છે.જેને ત્વરીત કાર્યવાહીની માંગ સાથે કેન્દ્ર સરકારને સંભોદતૂ આવેદનપત્ર સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Back to top button
error: Content is protected !!