AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત નું ગૌરવ: સમગ્ર ગુજરાત તરફથી ઊર્જાવાન સામાજિક કાર્યકર્તા અને ALT સ્કાઉટ માસ્ટર કશ્યપભાઈ ઠક્કરની આગામી હીરક જયંતિની તૈયારીમાં તામિલનાડુ ખાતે સ્વૈચ્છિક સેવામાં પસંદગી

ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ભારતમાં તેની સેવાના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તેની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીના મહત્વના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશના કલ્યાણ માટે હંમેશા તત્પર રહેતા આપણાં ગુજરાત (ઊંઝા)ના શિક્ષક, સમાજ સેવક શ્રી કશ્યપભાઈ ઠક્કર, ભારતના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત ૧૭  સ્વયંસેવકો સાથે આશરે બાવન દિવસ માટે જાંબોરી એડવેન્ચર બેઝ ની સેવામાં સ્વ-પ્રેરણા સાથે જોડાઈ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, તેમણે સંગીત દ્વારા બાળકો અને શિક્ષકોને પ્રેરણા આપવા માટે તેમની યુટ્યુબ ચેનલ પર એક અનોખું સ્કાઉટ મીટીંગ ગીત અને સર્જનાત્મક રીલ પણ રજૂ કરી છે, જેને આપ સ્કાઉટ મીટીંગ સોંગ ટાઈપ કરીને પણ શોધી શકો છો. પ્રતિદિન આશરે અગિયાર થી બાર કલાક સેવા પૂરી પાડતી આ ટીમની સામૂહિક ઉર્જા અને ઉત્સાહ સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે, જે સફળ જાંબોરીને સુનિશ્ચિત કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. કામગીરી ને નિહાળવા તમિલનાડુ નાં સ્થાનિક જિલ્લા સ્કાઉટ લીડર્સ અને ગાઈડ કેપ્ટન પણ મુલાકાતે આવી રહ્યા છે.જંબોરી, 28 જાન્યુઆરી, 2025 થી 3 ફેબ્રુઆરી, 2025 સુધી, તમિલનાડુના મનપ્પરાઈમાં SIPCOT કેમ્પસ ખાતે યોજાશે. જેમાં સમગ્ર ભારતમાંથી સ્કાઉટ અને ગાઈડના તમામ વિભાગના વિદ્યાર્થીઓ, ટ્રેનર્સ, આગેવાનો ભાગ લેશે. આ બહુપ્રતિક્ષિત મેળાવડા સમુદાયની ભાવના, સ્કાઉટિંગ મૂલ્યો અને તામિલનાડુ નાં મુથામિઝ અરિગ્નાર કલ્લાગ્નારના નોંધપાત્ર વારસાની જીવંત ઉજવણી નું પણ પર્વ બનશે. આ માટે તમિલનાડુ સરકાર અને સ્થાનિય સ્કાઉટીંગ પ્રશાસન પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. અમે પણ સર્વે વાચકગણ ને આ મહત્વપૂર્ણ કાર્યકર્મને અનુરુપ સવિષેશ અપડેટ્સ પહોંચાડવાનો યથાયોગ્ય પ્રયત્ન કરતાં રહીશું.

Back to top button
error: Content is protected !!