MORBI: મોરબીની રાજપર ચોકડી પાસેથી સેમી ઓટોમેટીક પિસ્તોલ સાથે ઈસમ ઝડપાયો
MORBI: મોરબીની રાજપર ચોકડી પાસેથી સેમી ઓટોમેટીક પિસ્તોલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી ના રાજપર ચોકડી પાસેથી કારમાં સેમી ઓટોમેટીક પિસ્તોલ લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે પિસ્તોલ, જીવતા કાર્ટીઝ નંગ ૦૫ અને કાર સહીત ૫,૧૦,૫૦૦ ની કિમતનો મુદામાલ કબજે લીધો છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજકોટ તરફથી એક કાર મોરબી આવતી હોય જે ઇસમ પાસે હથિયાર હોવાની બાતમી મળતા ટીમે રાજપર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ક્રેટા કાર જીજે ૨૭ ઈડી ૦૦૧૬ નીકળતા કારને રોકી કારમાં સવાર આરોપી રમેશ ઉર્ફે માલદે બાબુભાઈ ચાવડા રહે ઉમિયા સર્કલ ખોડીયારનગર સીતારામ પેલેસ વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી ગેરકાયદે હાથ બનાવટની સેમી ઓટોમેટીક પિસ્તોલ કીમત રૂ ૧૦ હજાર અને ૫ જીવતા કાર્ટીઝ નંગ ૦૫ કીમત રૂ ૫૦૦ મળી આવતા પિસ્તોલ-કાર્ટીઝ અને કાર સહીત ૫,૧૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે