
જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ પર સમારકામ કરાયુ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.જેમાં તારીખ ૧ જુલાઈ થી ૭ જુલાઈ દરમિયાન વરસાદના કારણે જે રસ્તા ખરાબ થયા હતા તે રસ્તાઓનું રીપેરીંગનું કામ સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના ક્ષતિગ્રસ્ત થયેલ જૂનાગઢ ધોરાજી રોડ, જૂનાગઢ ધંધુસર રવની રોડ, ખામધ્રોળ, મજેવડી, માખીયાળા રોડ, વંથલી માણાવદર રોડ, જૂનાગઢ સાસણ રોડ, માળીયા મેંદરડા રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ રસ્તાની લંબાઈ ૧૦૦૦.૯૮ કિ.મીનું રસ્તાનું નેટવર્ક ધરાવે છે. જે પૈકીના નુકસાનગ્રસ્ત થયેલા ૧૦ કિલોમીટરના રસ્તાઓ મોટરેબલ કરવામાં આવેલ છે. એમ માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના કાર્યપાલક ઈજનેર શ્રી નાધેરાએ જણાવ્યું હતું
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ





