PANCHMAHALSHEHERA

*’સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત કેમ્પસ સફાઈ કાર્યક્રમ*

શહેરા:-

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

આજરોજ તારીખ:-૧૬/૦૧/૨૦૨૩ ના રોજ સરકારી વિનયન કોલેજ, શહેરા, જિ. પંચમહાલ ખાતે ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત કેમ્પસ સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈના કાર્યક્રમમાં NSS યુનિટે તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસ સફાઈ કરી ૭ કિલો ઘન કચરો તેમજ ૪ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. વિપુલ ભાવસાર સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમજ કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા. લતા એલ. બારૈયા એ કર્યું હતું. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!