મધ્ય ઝોનમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ
અં-14, અં-17 અને ઓપન એજ ગ્રુપમાં 486 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મધ્ય ઝોનની બહેનો માટે ફૂટબોલ ટૂર્નામેન્ટ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ. પાંચ દિવસીય આ ટૂર્નામેન્ટમાં અં-14, અં-17 અને ઓપન એજ ગ્રુપની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં 486 મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
અં-14 એજ ગ્રુપમાં બનાસકાંઠાની મહિલા ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે પાટણની મહિલા ટીમ દ્વિતીય સ્થાન પર રહી. અં-17 એજ ગ્રુપમાં પાટણની મહિલા ટીમે વિજય મેળવ્યો, જ્યારે અમદાવાદ સીટીની મહિલા ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યું. ઓપન એજ ગ્રુપમાં પાટણની મહિલા ટીમ પ્રથમ સ્થાને અને બનાસકાંઠાની મહિલા ટીમ દ્વિતીય સ્થાને રહી.
આ ટૂર્નામેન્ટનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળ પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર અમદાવાદની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઝોન કક્ષાની વિવિધ એજ ગ્રુપની વિજેતા ટીમો હવે રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.








