DEVBHOOMI DWARKADWARKA

Devboomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લા વાઇબ્રન્ટ કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        વાઇબ્રન્ટ ગુજરાતની ૨૦ વર્ષની ફળશ્રુતિ  વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ખંભાળિયા ખાતે યોજાયો હતો.

        આ તકે પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ રોપ્યું હતું. આજે રાજ્ય સર્વ સમાવેશક વૃદ્ધિને ટકાઉ વિકાસ માટે મજબૂત વટવૃક્ષ બની સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઉદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે નોંધપાત્ર સિદ્ધિના ૨૦ વર્ષની ઉજવણી કરતી વખતે સરકારશ્રી દ્વારા તા. ૧૦ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ,૨૦૨૪નું આયોજન કરી રહી છે.

        આ ફ્લેગશીપ ઇવેન્ટના ભાગરૂપે રાજ્યમાં જાગૃતિ ફેલાવવા માટે રાજ્યના દરેક જિલ્લામાં સરકારશ્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય જિલ્લાની MSME પ્રોડક્ટ, ખાદી,  હેન્ડલૂમ,  એગ્રો પ્રોડક્ટ્સ અને જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ્સને સ્થાનિક રાજ્ય અને વૈશ્વિક સ્તરે વિવિધ તકો પૂરી પાડવાનો છે.

        વધુમાં તેઓએ કહ્યું કે દ્વારકા જિલ્લામાં રૂ. ૯૧૪ કરોડના ૧૮૦ એમ. ઓ. યુ. થયા છે. આ માટે ઉદ્યોગ સાહસિકો અને જિલ્લા વહીવટી તંત્રને અભિવાદન પાઠવું છું.

        વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેવભુમિ દ્વારકા જિલ્લો ગુજરાતના ભૌગોલિક વિસ્તારમાં એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતને મળેલ સમુદ્ર વિસ્તારમાં દેવભુમિ દ્વારકા પોતાનો હિસ્સો ધરાવે છે. સમૃધ્ધ સમુદ્ર વિસ્તારના કારણે અહિંના કાંઠાળ વિસ્તાર જેમકે, ઓખા, દ્વારકા, સલાયા, વાડીનાર વગેરે વિવિધ સમૃધ્ધ બંદરો આવેલા છે. જે દેશના નિકાસમાં પોતાનો અને ગુજરાતનો ફાળો આપે છે. સમુદ્ર વિસ્તારને કારણે પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થયેલ છે. જગત મંદિર દ્વારકા, બ્લુ ફલેગ શિવરાજપુર બીચ, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે તે લીંક સિગ્નેચર બ્રિજ દેવભુમિ દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને એક અગ્રિમ સ્થાન પર મુકે છે.

        ખનિજ સંપન્ન ગુજરાતમાં દેવભુમિ દ્વારકા જિલ્લો કેલ્સાઈન બોકસાઈટનું અગ્રિમ ઉત્પાદન કરીને પોતાનું આગવું યોગદાન આપે છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં કેલ્સાઈન બોકસાઈટf ખનિજને લગત ઘણા ઉદ્યોગો સ્થાપિત થયેલ છે અને તેના થકી ઘણાલોકોને રોજગારી મળેલ છે. કૃષિ પ્રધાન ગુજરાત રાજયનો કૃષિ પ્રધાન દેવભુમિ દ્વારકા જિલ્લો મગફળી ઉત્પાદનમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

        આગળ મંત્રીશ્રીએ જણાવ્યું કે, MSME સેકટર છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગતિશિલ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં સામાજિક આર્થિક વિકાસમાં ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન આપી રોજગારીની તકો પેદા કરી છે. જુલાઈ – ૨૦૨૦થી આજદિન સુધીમાં ગુજરાતમાં ૬૦.૭૪ લાખની રોજગારી ઉદ્યમ નોંધણી પોર્ટલ પર નોંધાયેલી છે. ગુજરાતમાં કુલ ૪૫૦૦૦ હેન્ડલુમનાં હેન્ડીક્રાફટ કારીગરો છે.

        વાઇબ્રન્ટ સમિટમાં જિલ્લો હોંશભેર આગળ વધે અને ઉધોગક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરે તેવી શુભકામના પાઠવી હતી.

        આ તકે  જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમ અંતર્ગત ટીમ દેવભૂમિ દ્વારકામાં ૧૫૦ના લક્ષ્યાંકથી વધુ ૧૮૦ એમઓયુ અને ૯૧૪ કરોડનું રોકાણ કરાશે. આ નવા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના અંદાજે ૧૫૦૦ લોકોને રોજગારી મળશે. નાના મોટા ઉદ્યોગ સાહસિકો પોતાના વ્યવસાય શરૂ કરી શકે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને ખેતી, લુહારી, બ્યુટી પાર્લર, દરજીકામ સહિત વિવિધ રોજગારીઓ માટેની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ ઉદ્યોગ સાહસિકોને પોતાની વ્યવસાયિકતાને બુસ્ટ મળે તે માટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે, સરકારે-બેંકે આપેલી લોન માંથી વધુને વધુ રોજગારી ઉત્પન્ન થાય, વધુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ થાય તે ખૂબ જરૂરી છે. કંપનીઓ સાથે જોડાયેલ પાયાની વસ્તુઓ જિલ્લામાં સ્થાનિક લેવલે ઉત્પાદિત થઈ શકે તેના પર વિચાર કરવા ઉદ્યોગકારોને સૂચન કરવાની સાથે બેંકે આપેલી લોન  વહેલી તકે ચૂકવી દેવાથી ક્રેડિટ વધે છે તેમ જણાવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગકારોને સરકારના માર્ગદર્શન અને યોજના હેઠળ સરકારશ્રીઓ યોજનાનો લાભ મળે તે માટે ટીમ કટિબદ્ધ છે તેમ જણાવયું હતું.

        આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં સમગ્ર દેશમાં યુવાનોને તક મળી રહી છે.  દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. છેવાડાના માનવીઓ સુધી વિકાસના ફળો પહોંચી રહ્યા છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા કાર્યક્રમથી આપણા જિલ્લામાં રોજગારીની વધુ તકો ઊભી થશે જેના કારણે જિલ્લાવાસીઓને સ્થાનિક લેવલે રોજગારી મળી રહેશે.

        આ તકે ઉદ્યોગસાહસિકોને કીટ વિતરણ તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ વિવિધ પ્રોડક્ટ્સના સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.

        આ ઉપરાંત ભારતીય યુવા શકિત ટ્રસ્ટના વિમલ ગાંધીએ જિલ્લાના ઉદ્યોગોનો અભ્યાસ કરી તેના પ્રતિભાવોમાં કહ્યું કે, સરકારના આ પ્રયાસોથી જિલ્લાના ઔધોગિક વિકાસને વેગ મળશે.

        સંયુક્ત ઉદ્યોગ કમિશનરશ્રી, પોરબંદર ડી.આર. પરમારે સ્વાગત પ્રવચન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની રૂપરેખા જણાવી હતી.

        આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકોએ  પ્રતિભાવ આપ્યા હતા. એગ્રી પ્રોડક્ટના ઉદ્યોગ સાહસિક કાનાભાઈ કરમુળએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારની ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત અમારા જેવા નાના બિઝનેસમેનને પ્રોત્સાહન મળી રહ્યું છે. આર્થિક રીતે નાનામાં નાનો માણસ પણ પોતાને ગમતો વ્યવસાય કરી શકે તે માટે સરકાર તેમને લોન આપી પ્રોત્સાહિત કરે છે. આ યોજના ખરેખર સરાહનીય છે. આ તકે હું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.

        આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભુપેશ  જોટાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના જીતેન્દ્રભાઈ કણજારીયા, જિલ્લા અગ્રણીશ્રી શક્તિસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, અનિલભાઈ તન્ના, રેખાબેન, ડી .જી. એફ.ટી. રાજકોટના રોહિત સોની, વાઇસ પ્રેસિડેન્ટ, નયારા એનર્જી ધવલ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!