GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શાપર ગામે મા રાજબાઈ મંદિરે સ્નેહમિલન સમારોહ યોજાયો

 

MORBi:મોરબીના શાપર ગામે મા રાજબાઈ મંદિરે સ્નેહમિલન સમારોહ યોજાયો

 

 

વાધડીયા પરિવાર રાજલ છોરું નો સ્નેહમિલન સમારોહ યોજાયો

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

સ્ટેજ પ્રોગ્રામમાં રાજબાઈ માતાજી નાં ગુણ ગાન થયાં

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને હવે તો અહીંથી વિદેશ ગયેલા કડવા પાટીદાર સમાજમાં વાધડીયા અટક ધરાવતા પરિવારોના કુળમાં કુળદેવી તરીકે મા રાજબાઈ પૂજાય છે. જેના ધામ શાપર ગામમાં દર વર્ષે જાન્યુઆરી માસના પહેલા રવિવારે સ્નેહમિલન સમારોહ નું આયોજન થાય છે તે પરંપરા મુજબ કાલે રવિવારે મા રાજબાઈના મંદિરમાં સાપર ધામમાં રાજલ છોરું વાધડીયા પરિવારનો સ્નેહમિલન યોજાયો હતો. જેમાં સ્ટેજ પ્રોગ્રામમાં રાજબાઈ માતાજી નાં ના ભેળીયો, મા રાજબાઈના પરચા અંગેના પ્રસંગો લેવામાં આવ્યા હતા. આ સમયે ઘણા રાજલ છોરું ભાવિક બની ગયા હતા.
સ્નેહમિલન નો હેતુ એક-બીજાની ઓળખ થાય, એકબીજાને યથાશક્તિ મદદરૂપ થાય અને સંપ સંગઠન અને સહકારની ભાવના જળવાઈ રહે તેવા છે તેમજ જેનાં અન્ન ભેગા તેના મન ભેગા તે મુજબ મહાપ્રસાદ નું આયોજન થાય છે. પરંતુ આ ભાવના જળવાતી ન હોવાથી અહીં આવનારા ની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમજ જ્યાં એકસો આઠ દિવસના યજ્ઞનું આયોજન થયું છે તે રાજલ ફાર્મ વારા કેશુભાઈ વાધડીયા નાં પરિવારનું અને અમેરિકા સ્થિત દયાલજી ધનજીભાઈ નાં પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજલ ફાર્મમાં મોટા ભાગના પરિવારો આજ દિન સુધી ગયા નથી તેવી ટક્કોર કરવામાં આવી. એક દિવસનો સમય કાઢીને આ રાજલ ફાર્મમાં એકસો આઠ દિવસના યજ્ઞના આયોજનમાં હાજરી આપો તેવી અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!