હાલોલ:ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ દ્વારા કોલકત્તામાં બનેલી ઘટનાને લઈને તંત્રને આવેદનપત્ર આપ્યુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૪
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના હાલોલ ના તમામ ખાનગી તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના દેશ વ્યાપી હડતાલના સમર્થનમાં શનિવારના રોજ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે આવેલ પોલીસ ચોકી ખાતે એકઠા થઈ કોલકત્તા ખાતે મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર થયેલા જધન્ય કૃત્ય તેમજ તેની હત્યાના વિરોધમાં રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે એક દિવસ માટે આ તબીબો એ ઇમરજન્સી સિવાયની તમામ કામગીરી બંધ રાખી વિરોધ નોંધાયો હતો.કોલકત્તા ખાતે મેડિકલ કોલેજમાં ટ્રેનની ડોક્ટર પર થયેલ દુષ્કર્મ તેમજ તેની નિર્મમ હત્યાનો વિરોધ દેશભરમાં જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત હાલોલ મેડિકલ એસોસિએશન તેમજ તેના સમર્થનમાં આયુર્વેદિક, હોમિયોપેથી ડોક્ટર એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન તેમજ લેબોરેટરી એસોસિએશન પણ આ જધન્ય કૃત્ય ના વિરોધમાં મેડિકલ એસોસિએશન ની સાથે જોડાયા હતા.મહિલા તબીબો પર થતા અત્યાચારો બંધ કરો તેમજ આ ઘટનાના અત્યાચારી ઓ ને સખત ફાંસીની સજા આપો ની બુલંદ માંગ સાથે રેલી મામલતદાર કચેરી ખાતે રેલી પહોંચી હતી.અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા તમામ તબીબો તેમજ અન્ય સાથીઓ દ્વારા ભોગ બનનાર મૃતક ટ્રેની તબીબ ના આત્માને શાંતિ માટે મૌન પાડ્યું હતું.જોકે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા તબીબો દ્વારા માનવતાને ધ્યાનમાં રાખીએ ઈમરજન્સી માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.