એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ સોમનાથ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ આજના દિવસ વિશે માહિતી આપતા તજજ્ઞશ્રી એચ. કે. ગજેરા એ જણાવેલ કે આજના દિવસની ઉજવણી વિશ્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે સિંહએ જૈવિક સાંસ્કૃતિક ધાર્મિક તેમજ પારિસ્થિતિક રીતે ઘણું અલગ અને આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે ગુજરાત સરકારશ્રી વન વિભાગ ગુજરાત રાજ્ય અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્તીમાં ઉતરોતર વધારો થયો છે સંખ્યા વધતાની સાથે તેઓ ભૂતકાળમાં તેમના નિવાસ સ્થાનને પુનઃ મેળવી રહ્યા છે આજે સિંહો ગીર અને બૃહદગીરના 30000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે વિહરતા જોવા મળે છે આ વિસ્તારને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.10/8/2024 થી તા. 12/8/2024 સુધી “વિશ્વ સિંહ દિવસ 2024” ની ઉજવણી ઓનલાઇન ક્વીઝ દ્વારા કરવામાં આવશે. આ ઓનલાઇન ક્વિઝ મા સમગ્ર ગુજરાત માંથી ભાગ લઈ શકે છે. આ ક્વિઝ નો મુખ્ય હેતુ લોકોમાં સિંહ અગે જાગૃતિ કેળવવાનો છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તેમના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇ.ડી પર ફોર કલર પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર ખાતે સિંહ વિશેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવેલ ત્યાર બાદ એક વકતૃત્વ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવેલ અને એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલી શંખ સર્કલ થી સોમનાથ મંદિર પરિસર સુધી લઈ જવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં એમ. જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો જોડાયેલા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ દ્વારા કરવામાં આવેલ.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ