NANDODNARMADA

રાજપીપળામાં મહિલા ઓનલાઇન છેતરપીંડીનો શિકાર બની ૧૬ લાખ ગુમાવ્યા

રાજપીપળામાં મહિલા ઓનલાઇન છેતરપીંડીનો શિકાર બની ૧૬ લાખ ગુમાવ્યા

ડિજિટલ પેમેન્ટના ઉપયોગથી લોકોની સુવિધામાં ઘણો સુધારો થયો છે પણ સાથે સાથે ઓનલાઇન ફ્રોડ ના કિસ્સા વધ્યા

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક મહિલા ઓનલાઇન છેતરપિંડી નો શિકાર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મોબાઈલમાં બંધ થયેલ ફોન પે એપ ચાલુ કરવા જતાં બે અલગ અલગ બેંકના ખાતામાંથી રૂપિયા ૧૬ લાખ જેટલી રકમ કોઈક ભેજાબાજે ઉપાડી લેતા ભોગ બનનાર મહિલાએ રાજપીપળા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે.

ડિજિટલ પેમેન્ટની ઉપયોગથી લોકોની સુવિધામાં ઘણો સુધારો થયો છે પણ સાથે સાથે નાણાંકીય વ્યવહારોમાં ઓનલાઇન છેતરપિંડીની સંખ્યામાં પણ વધારો થયો છે, છેતરપિંડી કરનારાઓએ લોકોના મહેનતથી કમાયેલા પૈસાને લૂંટવા નવી નવી પદ્ધતિઓ શોધી કાઢી છે, જે લોકો નવા નવા ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે.અને સંપૂર્ણ પણે વાકેફ નથી તેવા લોકો સરળતાથી ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની જતાં હોય છે.

આવોજ એક કિસ્સો રાજપીપળામાં સામે આવ્યો છે.જેમાં રાજપીપળા શ્રીરામ બંગલોમાં રહેતા હેતલબેન વિનોદભાઈ તડવીના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી ફોન પે એપ બંધ થઈ ગઈ હતી અને પૈસા ટ્રાન્સફર ક૨વા માટે કરવા માટે આ એપ ચાલુ કરવાની જરૂરિયાત ઊભી થતા તેમણે ફોન પે ચાલુ કરવા ગૂગલ ઉપરથી સર્ચ કરી મેળવેલા કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો હતો જ્યાંથી તેમને એનીડેક્ષ નામની એપ્લિકેશન ડાઉન લોડ કરવાનું જણાવતા તેમણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરતા તેમના એસ.બી.આઇ અને અન્ય એક બેંકનું ખાતું જે ફોન પે સાથે કનેક્ટ હોય આ બંને ખાતામાંથી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરી ના બે દિવસ દરમિયાન ફ્રોડ કરનાર ભેજાબાજે ૧૬ લાખ જેટલી રકમ ઉપાડી લેતા હેતલબેને આ છેતરપિંડી અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

વાત્સલ્યમ સમાચારની અપીલ…

ઓનલાઇન વ્યવહારોમાં કાળજી રાખો, બેંક ખાતા સંબંધિત સમસ્યાઓ આવે તો તમારી બેંક શાખાનો સંપર્ક કરો સતર્ક રહો અને અંગત માહિતી જેવીકે ખાતા નંબર, પાસવર્ડ, ઓટીપી કોઈને આપશો નહિ…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!