AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી !!!

રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજે (11 જુલાઈ) સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

Back to top button
error: Content is protected !!