SURENDRANAGARWADHAWAN

વઢવાણ GIDC વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદના કારણે 15 થી 20 ફૂટના ખાડાઓ પડ્યાં.

તા.06/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે જાણે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી કરી નાખ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે ત્યારે માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વરસાદ પહેલાની પ્રિ-મોનસુન કામગીરીની પોલો થતી થઈ ગઈ છે ખાસ કરીને તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છતાં પણ સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તો મુખ્ય માર્ગો ઉપર 15 થી 20 ફૂટના ખાડાઓ પડી ગયા છે સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર 15 થી 20 ફૂટના ખાડાઓ પડી ગયા છે જેને લઇને ત્યાંના સ્થાનિક લોકો અને ઉદ્યોગકારો પરેશાન છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આ વિસ્તારના લોકો ભરે છે અને વેપારીઓ ભરે છે અને ઉદ્યોગકારો ભરે છે પરંતુ ત્યાં આવેલા તમામ રસ્તા ઉપરના મોટા ખાડાઓ પડી ગયા છે અને ત્યાં ઉદ્યોગકારોના આવતા કાચા માલની ગાડીઓ પડતી ખાઈ જતા હોય એ પ્રકારના બનાવો પણ બની રહ્યા છે વાહન ચાલકો અને એક વખત સ્લીપ થઈ જાય છે અને ખાડામાં વાહનો ફસાતા વાહનોના ઝમ્પર તૂટી જતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવાઓ માત્રમાં બેઠા બેઠા કાગળ ઉપર કામો થઈ ગયા હોય અને પ્રિમોન્સૂન કામગીરીના નામે તંત્ર દાવાઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે પ્રથમ એક ઇંચ જેટલા વરસાદમાં જ સુરેન્દ્રનગરની હાલત ખરાબ થઈ ગઈ છે 15 થી 20 ઇંચ વરસાદ પડે તો સુરેન્દ્રનગરમાં હાલત થાય તે તો સમય બતાવી શકે છે પરંતુ હાલમાં એક ઇંચ જેટલા વરસાદ છે વઢવાણ જીઆઇડીસીના કારખાનાઓમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને બીજી તરફ ગાબડાઓ પડ્યા હોવાના કારણે ત્યાં આવતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ ધારકો પણ પરેશાન છે હવે તંત્રમાંથી જાગી અને ત્યાં ખાડાઓ પડ્યા છે ત્યાં પુરવાની કામગીરી કરે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી માંગણી છે જો આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ટેક્સ બહિષ્કારની ચીમકી ઉપયોગ કારોએ આપી છે.

Back to top button
error: Content is protected !!