AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે : હવામાન વિભાગ

આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે, આજે દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે.

આ સિવાય જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે, આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ અપાયું છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ આવતીકાલે ભારે વરસાદ રહેશે.

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં સિઝનનો 65% વરસાદ પડ્યો હોવાનું વિભાગે જણાવ્યું છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!