ગુજરાત પત્રકાર સંઘ દ્વારા પ્રેસ કાઉન્સિલ ડેલીગેશનનો સત્કાર સમારંભ યોજાઈ ગયો.

11,જુલાઈ 24 નારોજ અમદાવાદના વિશિષ્ટ અતિથીગૃહ (એનેક્ષી) શાહીબાગ ખાતે ગુજરાત પત્રકાર સંઘ દ્વારા પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ડેલીગેશનનો સત્કાર સમારંભ યોજાઈ ગયો. શ્રી જયશંકર ગુપ્તા કન્વીનર પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ પદે અમદાવાદની મુલાકાતે આવેલ ડેલીગેશને ગુજરાતમાં પત્રકાર એક્રીડેશન બાબતે અભ્યાસ અથેઁ આવેલ. ગુજરાત માહિતી ખાતા દ્વારા કાયઁક્રમનું આયોજન થયેલ. ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર. પ્રજાપતિ સ્ટેટ અને નેશનલ કોઓડીનેટર, શ્રી વિજય મહેતા, જે.પી.મેવા, આર.માનિક સનમુગમ-નવજીવનએક્સપ્રેસ, આર.ગોસ્વામી-ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, અનિલ વમાઁ-યુ.એન.આઈ.,રમણ પ્રજાપતિ તંત્રી ગુજરાત મેટ્રો સ્વચ્છ, પરેશ મહેતા, સુરેન્દ્ર પાન્ડે, નીલેશ વોરા-ટ્રેઝરર જી.જે.યુ.બધાએ ડેલીગેટસનું. હાદિઁક સ્વાગત, સન્માન બુકે અપઁણ કરેલ, શાલ ઓઢાડી સન્માન કયુઁ હતું.
ગુજરાત પત્રકારોને એક્રીડેશન બાબતે અને અન્ય સમસ્યાઓ તથા અન્ય મુદ્દાનું આવેદન પત્ર અપઁણ કરેલ. “ગુજરાત જનઁલ ” ઓગસ્ટ માસના અંકનું વિમોચન ડેલિગેટ્સ દ્વારા કરવામાં આવેલ. ગુજરાત રાજ્યના આસિસ્ટન્ટ માહિતી નિયામક અમીત રાડીયા તેમજ અન્ય સહકાયઁકરોએ કાયઁક્રમ સફળ બનાવવા સુંદર સહકાર આપ્યો હતો.







