ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ દિવસથી વધશે ઠંડીનું જોર

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. ગુજરાતમાં અગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા નહીવત છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડી પછી તાપમાન વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે તો અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે 5.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હન્યું છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે. અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે.




