AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત

અમદાવાદની સિવિલ  હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 બાળકો હાલ સારવાર હેઠળ છે, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બાળકોને લાવવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા, આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા બે બાળકોને ચાંદિપુરા વાયરસના લક્ષણ સામે આવતા તાત્કાલિકના ધોરણે દાખલ કર્યા છે.

અમદાવાદ સિવિલમાં સુરેન્દ્રનગરના પાટડીમાંથી એક, દહેગામમાંથી એક, અરવલ્લીમાંથી એક, ધનસુરામાંથી એક બાળક હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ મહેસાણાના ખેરાલુમાંથી જે બાળકની સારવાર ચાલી રહી હતી તે બાળકનું મોત નીપજ્યું છે. આ વાયરસ 9 મહીનાથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં અચાનક શરીરમાં ફેરફાર થાય છે, જેમાં ભારે તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે.

ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ વાયરસ ધીમે ધીમે અલગ અલગ જિલ્લાઓમાં ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!