BHARUCHGUJARAT

જીલ્લા પંચાયત ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો.

જીલ્લા પંચાયત ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૨/૦૪/૨૦૨૪

 

ભરૂચ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ભરૂચના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ, જીલ્લા પંચાયત ભરૂચ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૧૫૦ -જંબુસર, ૧૫૧- વાગરા, ૧૫૨ -ઝઘડીયા, ૧૫૩- ભરૂચ, ૧૫૪- અંકલેશ્વર વિધાનસભા બેઠકદીઠ, પ્રમુખ અધિકારી,મતદાન અધિકારી તાલીમ અર્થે સાહિત્ય/VIDEO અને પ્રેઝન્ટેશન દ્નારા પૂરી પાડવામાં આવશે. વધુમાં જે પ્રમુખ અધિકારી અને મતદાનઅધિકારીને મુકવામાં આવેલ સાહિત્ય અંગે કોઈ મૂંઝવણ/પ્રશ્ન હોઈ, એના નિકાલ અર્થે જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર રાખવામાં આવેલ છે. જે ફોનથી, પ્રેઝન્ટેશન, પ્રશ્રોત્તરી દ્નારા સતત ટ્રેનિંગ આપતા રહેશે.

 

માધ્યમો સાથે વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કહ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રકિયામાં ૬૦૦૦ થી વધારે કર્મચારીઓએ સંકળાયેલા છે. તેમની તાલીમો થઈ રહી છે. ઈલેકશન કમિશનની સુચના મુજબ ત્રણ વખત ચૂંટણી પ્રકિયાની તાલીમ થતી હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં નવતર અભિગમના ભાગરૂપે ફોન દ્નારા, પ્રેઝન્ટેશન, અને પ્રશ્રોત્તરી દ્નારા પણ સતત તેમને ટ્રેનિંગ મળતી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચૂંટણીની પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીને વિધાનસભા પ્રમાણે ૩ લોકો તેમના મૂંઝવતા પ્રશ્રોનું સમાધાન કરાવશે. તાલીમ બાદ પણ કોઈ કર્મચારીને સમજ ના પડી હોય અથવા વધારે સમજની જરૂરીયાત લાગતી હોય તેમના માટે આ તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમઉભો કરાયો છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ત્રૃટી ન રહે તેવા આયોજનના ભાગરૂપે કંટ્રોલરૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે

 

આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નાયબ ચૂંટણી અધિરકારી સુપ્રિયા ગાંગૂલી, મદદનીશ ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ, અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!