BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા પ્રાથમિક સ્થાનિક ભરતી બાબતે આભાર અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં સ્થાનિક ભરતી અંગે રજૂઆત કરાઈ.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પુન: નિયુક્ત થયેલ દેવજીભાઈ વરચંદજીનુ ABRSM-કચ્છ દ્વારા સન્માન પણ કરાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ.

ભુજ,તા-26 માર્ચ  : કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સામાં પ્રાથમિક ધોરણ 1 થી 8 માં સ્થાનિક ભરતીનો ઉદઘોષ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે ધોરણ 9 થી 12 ગ્રાન્ટેડ તેમજ સરકારી માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ આવો જ ઉદઘોષ સાંભળવા મળે તેવી કરછી ઉમેદવારો, શિક્ષણવિદો અને કરછના શિક્ષણપ્રેમીઓની અભિલાષા પૂર્ણ કરી, “જ્યાં નિમણૂક ત્યાં નિવૃતિ” માં કચ્છના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવા બાબત કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદજીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી. સાથે સાથે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે પુન: નિયુક્ત થવા બદલ દેવજીભાઈને અભિનંદન આપી, રાષ્ટ્રવાદી કેલેન્ડર વડે સન્માનિત કરી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ની સતત સ્થાનિક ભરતીની લાગણીભરી માંગણી, રજૂઆતો અને ક્ચ્છના જન પ્રતિનિધિઓના અથાગ, સંનિષ્ઠ પ્રયાસોથી કચ્છના પ્રાથમિક શિક્ષણ જગતના વર્ષો જૂના કાયમી શિક્ષકોની કાયમી ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ સરકારશ્રી દ્વારા ખાસ ભરતીની જાહેરાતથી કરવામાં આવેલ છે, તે બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ તમામ જન પ્રતિનિધિઓ અને સરકારનો કચ્છ વતી આભાર વ્યક્ત કરેછે. આ હકારાત્મક નિર્ણયની સાથે સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ એવી આશા રાખે છે તેમજ પુન: એવી માંગણી કરે છે કે પ્રાથમિકની જેમ જ સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 9 થી 12 માં પણ આવીજ જાહેરાત સરકારશ્રી દ્વારા થાય, જેથી ક્ચ્છમાં કાયમી શિક્ષક ઘટનો કાયમી પ્રશ્ન કાયમ માટે ઉકેલાય અને કરછના સ્થાનિક ઉમેદવારોની ભરતીના માધ્યમથી સરહદી પ્રાંત, ભૌગોલિક દ્રષ્ટિએ દુર્ગમ, અંતરિયાળ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે હજુ પણ અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં પાછળ એવા કચ્છને યોગ્ય ન્યાય મળે એવા હેતુથી કચ્છના શિક્ષિત ઉમેદવારોને કચ્છના શિક્ષણ હિતમા થોડી છૂટછાટ આપી ખાસ કિસ્સામાં પ્રાધાન્ય આપી નોકરીમાં સમાવવામાં આવે, એવી મૌખિક અને લેખિત રજૂઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતી.

Back to top button
error: Content is protected !!