AHAVADANGGUJARAT

આહવા પોલીસની ટીમે મર્ડર અને પોક્સોના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડયો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરતા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.આ આરોપી વિરુદ્ધ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આહવા પોલીસ મથકે તાજેતરમાં બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૮૭, ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી ગિરીશભાઈ સોનજીભાઈ બાગુલ (રહે. મોરઝીરા, તા. આહવા) એ ફરિયાદીની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આ ઘટના બાદઆહવા પોલીસ હરકતમાં આવી હતી. આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી આરોપીનું લોકેશન મેળવ્યું હતુ.આહવા પોલીસની ટીમે નવસારી જિલ્લાના ખાટાઆંબા ગામેથી આરોપી ગિરીશ બાગુલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આહવા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.આહવા પોલીસ સ્ટેશન ખાતે  મર્ડરનો ગુનો (કલમ ૩૦૨, ૧૧૪) તથા  આહવા મહિલા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને પોક્સો એક્ટ (કલમ ૪, ૮) હેઠળનો ગુના માં અને  આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસમાં સંડોવાયેલ છે.હાલમાં આ આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!