
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમ દ્વારા મહારાષ્ટ્રના સટાણા પોલીસ મથકનો ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો છે.તેમજ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાતમીના આધારે મહારાષ્ટ્રના સટાણા પોલીસ મથકના ઘર ફોડ ચોરીના ગુનામા રીઢો આરોપી સામેલભાઈ રામદાસભાઈ પવાર (રહે- ચિંચધરા તા-આહવા જિ-ડાંગ) નાઓ સંડોવાયેલ હોય જેને હ્યુમન રિસોર્સ આધારે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરેલ હતો.તેમજ. મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 70 હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.અને આ આરોપીને મહારાષ્ટ્રનાં સટાણા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..




