
કેશોદ તાલુકાના અજાબ ગામથી કરેણી સુધીનો આશરે 7 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. રસ્તાની ખરાબ સ્થિતિના કારણે ગ્રામજનોને રોજબરોજ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત લેખિત તેમજ મૌખિક રીતે સંબંધિત વિભાગો અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય અને કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈ અજાબ ગામના નીલેશભાઈ અધેરા, જે તાલુકા સદસ્યના પ્રતિનિધી છે,પરંતુ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને નીલેશભાઈ અધેરાની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. નીલેશભાઈ અધેરા વધુ જણાવ્યું હતું કે અજાબથી કરેણી સુધીના રસ્તાની તાત્કાલિક મરામત તથા નવીનીકરણ માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે, નહિતર આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
૦૦૦૦૦
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




