
કેશોદના અજાબ ગામે મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રક્ત દાતાઓ એ ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કર્યું હતું. વર્ષ 1929માં સંત નિરંકારી મિશનની સ્થાપનાં થઈ હતી. નિરંકારી મિશનનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે. ભારતમાં આશરે બધા જ રાજ્યોમાં આ મિશનનાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે.ગુરુ ગાદી પર છઠ્ઠા સતરૃગુ તરીકે માતા સુદીક્ષાજીની નાં પિતા બાબા હરદેવસિંહને વિશ્વમાં માનવતાની શાંતિ માટે ઘણાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં છે.નિરંકારી મિશન દ્વારા પ્રોજેકટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ-સ્વચ્છ મન પરિયોજના આ અભિયાન નો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જળાશયોના સંરક્ષણ માટે જાગૃત કરવાનો છે. આ પ્રોજેકટની શરૃઆત વર્ષ ર૦ર૩ થી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી છે. પ્રોજેકટ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ જળાશયોની સ્વચ્છતા અને તે સ્થળની સફાઈ કરવામાં આવે છે. સંત નિરંકારી મિશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીના સૌંદર્યની દિશામાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કેશોદના અજાબ ગામે આધ્યાત્મિક પ્રવચનમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપરાંત ગામનાં ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જુનાગઢ સર્વોદય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલ ના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. આજના તણાવયુક્ત જીવનધોરણમાં સંત નિરંકારી મિશન હેઠળ યોજાયેલા આધ્યાત્મિક પ્રવચન થી શ્રોતાઓ અનુયાયીઓ એ ધન્યતા મેળવીને નવું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





