AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં દેવ બિરસા મુંડા સેનાનાં પ્રમુખ તરીકે અજયભાઈ રમેશભાઈ ચૌધરી ઉર્ફ (ડોન)ની વરણી કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા સેવા ધામ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા દેવ બિરસામુંડા સેનાની રચના  કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં માનવંતા વાસુર્ણાનાં સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સુર્યવંશી અને અરવિંદભાઈ વસાવા (ઉમરપાડા)એ અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી.આ સમિતિની રચનામાં સુમનબેન દળવી, દેવરામભાઈ જાદવ, વિલાસભાઈ ગાયકવાડ, મોહન ભાઈ ચોર્યા, અપ્પુભાઈ, વિશ્વનાથભાઈ મહાલે, નરેશભાઈ ગવળી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ બેઠકમાં સર્વસંમતિથી અજયભાઈ રમેશભાઈ ચૌધરી ઉર્ફ (ડોન)ને ડાંગ જિલ્લા દેવ બિરસા મુંડા સેનાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.આ સેનાની રચના સાથે ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને સંગઠિત કરવાનો નવો અધ્યાય શરૂ થયો હોય તેવી આશા સેવાઈ રહી છે..

Back to top button
error: Content is protected !!