GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર ફર્લો સ્ક્વોડે ઝડપ્યો ૧૭ વર્ષથી ફરાર આરોપી

 

છેલ્લા ૧૭ વર્ષથી ઇંગ્લીશ દારૂના ગુનામા ફરાર આરોપીને પકડી પાડતી

જામનગર પેરોલ ફર્લો સ્કોડ

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ હોય, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.પંડ્યા સાહેબ નાઓએ પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સપેક્ટર શ્રી વી.એમ.લગારીયા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ એબ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.બી.રાણા તથા સ્‍ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હોય,
દરમ્યાન સ્ટાફના ભરતભાઇ ડાંગર, સલીમભાઇ નોયડા તથા ગોવિંદભાઇ ભરવાડ નાઓને મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુના નં.-૧૮૨/૨૦૦૮ પ્રોહી. કલમ ૬૬બી,૬૫ઇ,૧૧૬બી, ૮૧ મુજબ ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ રાખવા અંગેના ગુનામા છેલ્લા ૧૭ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો લિસ્ટેડ આરોપી નરશી પુના ઉ.વ.૬૭ રહે.કોઠડી રાછવા તા.ધાનપુર વાળાને જામનગર સપડા ગામેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્ટેશન સોંપી મોકલી આપેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.બી.રાણા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, તથા પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે
——————————————————————————————————————–

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!