ગૃહ મંત્રી અમિત શાહ એ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન..
સમીર પટેલ, ભરૂચ
રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો…
દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સહિતના આગેવાનો જોડાયા…
ગૃહ મંત્રી અમિત શાહ એ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજીનામા ની માંગણી કરવામાં આવી હતી….
સંસદમાં ચર્ચા દરમ્યાન ગૃહ મંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે કોંગ્રેસ સહિત ના વિરોધ પક્ષ આક્રમક બની વિરોધ પ્રદર્શન ના આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યા છે .ત્યારે ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ ની આગેવાનીમાં
રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લેકાર્ડ સાથે બાબાસાહેબ કા અપમાન નહિ સહેગા હિન્દુસ્તાન, અમિત શાહ રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગૃહ મંત્રી ના રાજીનામાની માંગ કરાઇ હતી….
અમિત શાહ ના નિવેદનથી ભાજપ ની દલિત વિરોધી માનસિકતા છતી થઇ હોવાના આક્ષેપ સાથે ગૃહ મંત્રીના રાજીનાની માંગ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી…. વિરોધ પ્રદર્શન માં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલ સિંહ રણા,જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાલા, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા….