
રાજયના રમત ગમત, યુવા અને સાંસ્કૃવત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લાસ વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુનઆરી-૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયા દરમ્યાન જૂનાગઢ મુકામે રાજ્યના યુવા નાગરિકો માટે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પજર્ધા યોજાશે. આ સ્પેર્ધામાં સ્પયર્ધકો ૧૪ થી ૧૮ વર્ષ માટે જુનિયર વિભાગ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર વિભાગમાં ભાગ લઇ શકશે.આ સ્પ ર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશ પત્રક દરેક જિલ્લારની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતેથી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્લાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લો ક નંબર ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી પણ વિના મૂલ્યે મળી શકશે. તેમજ Facebook Id –Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે.દરેક સ્પણર્ધકોએ નિયત પ્રવેશપત્રકમાં જણાવ્યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્લાy યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન આગામી તારીખ ૨૯/૧૧/૨૦૨૫ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતોવાળા ફોર્મ સ્વી૨કારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલા સ્પર્ધકોની યાદી Facebook Id -Dydo Junagadh પર મુકવામાં આવશે.આ અંગે વધુ વિગતો મેળવવા માટે ઉપરોક્ત કચેરીના ફોન નંબર (૦૨૮૫) ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવો. તેમ જિલ્લા્ યુવા વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




